Ahmedabad news: અમરાઈવાડીમાં ક્વાટર્સની ગેલેરી ધરાશાયી; 3 ઇજાગ્રસ્ત, 15 લોકોનું રેસ્ક્યૂ

સોર્સ : GSTV
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગુરૂવારે (13 નવેમ્બર) દુર્ઘટના બની છે. સંત વિનોબાનગર નજીક સુખરામનગરમાં AMCના સ્લમ ક્વાર્ટર્સમાં 17 નંબરના બ્લોકમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
નોટિસ છતાં હજુ લોકો કરે છે વસવાટ
ગેલેરીનો ભાગ ધરાશાયી થથાં 10થી 15 લોકો ક્વાર્ટર્સમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરવા માટે ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે સીડીની મદદથી તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જણાવી દઈએ કે, મનપા દ્વારા ક્વાર્ટર્સને ખાલી કરવા માટેની નોટિસ ફટકારાઈ ચૂકી છે, તેમ છતાં હજુ પણ લોકો અહિ વસવાટ કરી રહ્યા છે.

