VIDEO : અમદાવાદના વટવા વિસ્તારમાં સગીર યુવકને ઝાડ સાથે બાંધી મિત્રોએ જ આપી તાલિબાની સજા
સોર્સ : gstv
અમદાવાદના વટવા વિસ્તારમાં સગીર યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં કેટલાક સગીર યુવકો પોતાના મિત્રને ઝાડ સાથે બાંધી માર મારતા નજરે પડી રહ્યા છે. અગમ્ય કારણોસર યુવકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં પીડિત યુવક બચાવવા માટે મદદ માગતો દેખાય છે, છતાં આરોપીઓ સતત માર મારતા રહ્યા હતા. ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા વટવા પોલીસ હરકતમાં આવી હતી. આરોપી અને ફરિયાદી બંને પક્ષ સગીર હોવાથી પોલીસે જુવેનાઇલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

