VIDEO: વાસણામાં આવાસ યોજનાના નામે રૂ.6.88 લાખની ઠગાઈ
સોર્સ : gstv
અમદાવાદના વાસણામાં આવાસ યોજનાના મકાન આપવાના બહાને રૂ.6.88 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. છગન ચૌહાણ અને મહેબૂબ ઉર્ફે બાબુ અજગર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ ઔડાના મકાન, લોન ફાઇલ અને દસ્તાવેજોના નામે અરજદારો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. બોગસ મ્યુનિસિપલ ફાઈલો અને ફોટા બતાવી વાસણાનું મકાન પણ બતાવ્યું હતું. તપાસ કરતા મકાનમાં અન્ય લોકો રહેતા હોવાનું ખુલ્યું. પૈસા પરત માંગતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

