VIDEO: અમદાવાદમાં રોકાણ ડબલ કરવાની લાલચે ૪૬.૨૩ લાખની ઠગાઈ, EOW માં ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 'શ્રી ચામુંડા માતાજી મિત્ર મંડળ' ચલાવતા ચાર શખ્સો સામે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. કઠવાડા વિસ્તારમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા દિનેશ ચૌહાણ અને અન્ય એક વ્યક્તિ સાથે આ ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદી સહિત બે લોકો પાસેથી કુલ રૂ. ૪૬.૨૩ લાખ રકમ પડાવી લીધી હતી. આ કૌભાંડ આચરવા બદલ પ્રવીણ લેઉવા, કલા લેઉવા, ક્રિષ્ના લેઉવા અને જયકર પરમાર નામના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

