Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fraud of 1.66 crore in the name of gym membership, complaint filed against three

VIDEO: જીમ મેમ્બરશિપના નામે 1.66 કરોડની ઠગાઈ, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ‘ધ જીમ લાઉન્જ’ સાથે 1.66 કરોડથી વધુની ઠગાઈ અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખામાં જેનિશ ભુપેન્દ્ર શુક્લા, મનીષ પ્રમોદભાઈ શર્મા અને ભારતી જેનિશ શુક્લા સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કંપનીની 10 હજાર રૂપિયાની મેમ્બરશિપ સ્કીમ બંધ થઈ ગયા બાદ પણ તે ચાલુ હોવાનું કહી ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. બનાવટી ભાગીદારી કરાર બનાવી અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગ્રાહકો પાસેથી રોકડ, યુપીઆઈ અને બેંક ટ્રાન્સફર મારફતે રકમ મેળવી અંગત ઉપયોગમાં લીધી હોવાની ફરિયાદ છે. માલિક બહારગામ ગયા ત્યારે કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરી સ્ટાફને ગુમરાહ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store