VIDEO: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે
સોર્સ : gstv
ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે તેમની તમામ વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને આગામી એક સપ્તાહમાં તેઓ વિધિવત રીતે પાર્ટીમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી સાથ છોડ્યો હતો. હવે ભાજપના શાસનને અંત લાવવાના સંકલ્પ સાથે તેઓ ફરી સક્રિય રાજકારણમાં કોંગ્રેસ સાથે જોડાવા જઈ રહ્યા છે.તેમની આ ઘરવાપસીથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

