VIDEO : Ahmedabad ની નામાંકિત રેસ્ટોરન્ટમાં ખાદ્ય સુરક્ષાના ધજાગરા, ખોરાકમાંથી દુર્ગંધ આવી અને વાળ નીકળ્યા
સોર્સ : gstv
અમદાવાદની એક નામાંકિત રેસ્ટોરન્ટ સામે ગ્રાહકે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. મારૂતિનંદન રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહકે ખોરાકમાં વાળ નીકળ્યાની ફરિયાદ નોંધાવી છે. સાથે જ પીરસવામાં આવેલ ખોરાક વાસી હોવાની અને ફૂડમાંથી દુર્ગંધ આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થમાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી હતી. ઘટનાને લઈને ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવાર ફરિયાદ કરી છે. હવે કોર્પોરેશન દ્વારા મામલાની તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે. રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા ધોરણો અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

