Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Food grains and sugar shortage in ration shops in Gujarat

VIDEO : ગુજરાતમાં રેશનની દુકાનોમાં અનાજ-ખાંડનો જથ્થો ખૂટ્યો, પુરવઠા વિભાગ સામે અસહકારનું આંદોલન

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને  પુરવઠા વિભાગ સામે અસહકારના આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. રાજ્યની 17 હજાર રેશન દુકાનોમાંથી અંદાજે 25 ટકા દુકાનોમાં ચાલુ માસની 21 તારીખ સુધી પણ અનાજ, ખાંડ, તુવેરદાળ અને મીઠાનો જથ્થો પહોંચાડવામાં ગોડાઉન અધિકારીઓ નિષ્ફળ રહેતા આ નિર્ણય લેવાયો છે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ તમામ સંચાલકોને આહવાન કર્યું છે કે, જૂન માસના વિતરણ માટે કોઈ પણ ઓનલાઈન પરમિટ જનરેટ કરવામાં નહીં આવે કે ચલણના નાણાં ભરવામાં નહીં આવે. દર મહિને નિયત સમયમાં જથ્થો અને કમિશન ચૂકવવાની માગ સાથે મુખ્યમંત્રી અને સચિવોને વાકેફ કરી તમામ ૧૭ હજાર દુકાનદારો આ સરકારી કામગીરીથી અળગા રહેશે.

App Store