Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : fire in brts bus near astodia darwaja

VIDEO: Ahmedabadમાં આસ્ટોડિયા દરવાજા પાસે અક્સ્માત થતાં BRTSમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

Timeછેલ્લું અપડેટ : 31 May 2025
લાઇવ ટીવીGoogle News

Ahmedabad News: ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક BRTS બસમાં આજે શનિવારે (31 મે) દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં દોડતી સિટી બસ ઐતિહાસિક આસ્ટોડિયા દરવાજાની દીવાલ પર બસ ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં BRTS બસની બેટરી ફાટી જતાં બસમાં આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

App Store

BRTS બસ લાગી આગ

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં BRTS બસ આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચડેલી હાલતમાં જોવા મળે છે. આ દુર્ઘટનામાં બસની બેટરીમાં આગ લાગી હતી અને ધુમાડા નીકળવા લાગ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ તમામ મુસાફરોને બસમાંથી બહાર નીકાળ્યા હતા.

શહેરમાં BRTS બસ અકસ્માતને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે કયા કારણોસર અકસ્માત સર્જાયો તેને લઈને હજુ સુધી કોઈ માહિતી નથી મળી રહી.