Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : farmers protested against not getting money for rice sold at MSP in Viramgam

વિરમગામ પંથકના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી, જાણો શું છે મામલો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
વિરમગામ પંથકના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી, જાણો શું છે મામલો

વિરમગામમાં ખરીફ માર્કેટિંગ સિઝન 2023/24 દરમિયાન ટેકાના ભાવે ખરીદેલી ડાંગરના રૂપિયા ખેડુતોને ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ચાર મહિના પહેલા 500થી 700 જેટલા ખેડૂતોએ પોતાની ડાંગર વિરમગામ મથકે અધિકારીઓ અને નિગમના કર્મચારીઓની હાજરીમાં ટેકાના ભાવે ડાંગર આપી હતી. પરંતુ આજ દિન સુધી ટેકાના ભાવ પ્રમાણે ખેડૂતોને પૈસાનું ચૂકવવાનું ન કરતા ખેડૂતો રોષે ભરાયા છે. 

App Store

વિરમગામ પંથકમાં ડાંગરના ટેકાના ભાવે નાણાં ન ચુકવાતા ગામેગામ તપાસ ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ખેડૂતોને રૂ.300ના સ્ટેમ્પ પર મામલતદારના કહ્યા મુજબ સોગંદનામુ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ટેકાના ભાવે આપેલી ડાંગરના રૂપિયા ન ચૂકવતા ખેડૂતોએ આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીનો બહિષ્કાર અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આજે વિરમગામ ગ્રામ્ય અને ખેડૂતોએ મોટી સંખ્યામા એકત્ર થઇ વિરમગામ તાલુકા સેવાસદન ખાતે મામલતદાર અને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. નાયબ કલેકટરે તપાસ ચાલુ હોવાનું કહી ખેડૂતોને  ધીરજ રાખવાનું કહી આશ્વાસન આપ્યું હતું.