VIDEO: સાણંદમાં ખેડૂતોનો આક્રોશ: પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે પ્રાંત કચેરીએ અચોક્કસ મુદતના ધરણાં!
સોર્સ : gstv
અમદાવાદના સાણંદ તાલુકામાં ચાચરાવાડી વાસણા ગામના ૫૦થી વધુ ખેડૂતોએ પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી કંટાળીને સાણંદ પ્રાંત કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણાં શરૂ કર્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ૧૫ વર્ષથી સતત પાણી ભરાઈ રહેવાની સમસ્યાના કારણે તેઓ પોતાની જમીનમાં ખેતી કરી શકતા નથી. આ અંગે તેમણે હાઈકોર્ટ સહિત રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. વહિવટી તંત્રની ઘોર ઉપેક્ષા સામે આક્રોશ વ્યક્ત કરતાં ખેડૂતોએ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.

