VIDEO: ધોળકામાં દૂષિત પાણીથી જમીન બંજર બનતાં ખેડૂતોનું રેલી યોજી વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
ધોળકા તાલુકામાં દૂષિત પાણી અને કેમિકલયુક્ત કચરાના કારણે હજારો એકર જમીન બંજર બની જવાના વિરોધમાં પાંચ-છ ગામના ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. જૂના શાકમાર્કેટથી પ્રાંત કચેરી સુધી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ખેડૂત આગેવાનોની અગવાઈમાં વિશાળ રેલી યોજાઈ હતી. પ્રાંત અધિકારી સાથે ચાલેલી પાંચ કલાકની બેઠકમાં તંત્રએ કામગીરી માટે દોઢથી બે વર્ષનો સમય માંગ્યો હતો પરંતુ લેખિત બાંહેધરી આપવાનો ઇનકાર કર્યો હતો. આશ્વાસન ન મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ મિટિંગ નિષ્ફળ જતાં જ વિરોધ વ્યક્ત કરી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરોડા અને બદરખા ગામના પ્રશ્નો પણ ગાજ્યા હતા.

