VIDEO: ઓઢવમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વાયરના વેપલાનો પર્દાફાશ, 16 લાખના જથ્થા સાથે એક આરોપી પકડાયો
સોર્સ : gstv
અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે કોપીરાઈટ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા ડુપ્લિકેટ ઇલેક્ટ્રિક વાયર બનાવતી ગેંગને ઝડપી પાડી છે. ઓઢવ વિસ્તારના ગોકુલનગરમાં દરોડા પાડીને પોલીસે RR Kabel, Polycab અને D-Link જેવી જાણીતી કંપનીઓના નકલી માલનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી નકલી વાયર, પેકિંગ બોક્સ, સ્ટીકર અને હોલોગ્રામ સહિત કુલ રૂપિયા ૧૬.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે હલકી ગુણવત્તાનો માલ બજારમાં વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલ પોલીસે કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો નોંધી, આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ અને તપાસ તેજ કરી છે. આ કાર્યવાહીથી નકલી માલ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

