VIDEO: દિવાળી સુધી સોનું ૧.૬૦ લાખ અને ચાંદી ૨.૫૦ લાખે પહોંચવાની નિષ્ણાતોની શક્યતા
સોર્સ : gstv
અમદાવાદના સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નીચલા સ્તરેથી ફરી સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સોનાનો ભાવ રૂ. ૧,૫૦,૦૦૦થી વધીને રૂ. ૧,૫૪,૦૦૦ પ્રતિ દસ ગ્રામ થયો છે, જ્યારે ચાંદીનો ભાવ રૂ. ૨,૨૮,૦૦૦થી વધીને રૂ. ૨,૩૬,૦૦૦ પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખતાં બજારના નિષ્ણાતોએ માંગ વધવાની ધારણા વ્યક્ત કરી છે. દિવાળી સુધીમાં સોનું રૂ. ૧.૬૦ લાખ અને ચાંદી રૂ. ૨.૫૦ લાખની સપાટી આંબી શકે તેવું અનુમાન છે. તહેવારી સિઝનમાં સોના-ચાંદીની ખરીદી નીકળવાના કારણે જ્વેલર્સ અને વેપારીઓમાં ઉત્સાહ અને સારા વેપારની આશા જાગી છે.

