VIDEO: ભારે વરસાદ બાદ રોગચાળો વધ્યો: સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૧૩૬૦૯ ઓપીડી નોંધાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન કુલ 13 હજાર 609 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુ માટે 323 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 33 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મલેરિયાના 910 સેમ્પલમાંથી 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોડના 10 કેસ પણ સામે આવ્યા છે. વરસાદ બાદ ઝાડા-ઉલટી, તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ખાસ કરીને બાળકોમાં રોગચાળાની અસર જોવા મળી રહી છે. બાળકોની ઓપીડીમાં દરરોજ 100થી 150 દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેમાં અંદાજે 10 ટકાનો વધારો થયો છે.

