Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Epidemic rears its head amid cold winter, more than 14 thousand OPD cases in Sola Civil

Ahmedabad news: ફૂલગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઉંચક્યું, સોલા સિવિલમાં OPD નાં 14 હજારથી વધુ કેસ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ફૂલગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઉંચક્યું, સોલા સિવિલમાં OPD નાં 14 હજારથી વધુ કેસ
સોર્સ : GSTV

અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે. માત્ર એક જ  સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં OPD ના 14 હજારથી વધુ કેસ નોંધાતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું છે. ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે ૧૦૦૦ થી વધુ કેસનો ધરખમ વધારો થયો છે. 

App Store

૧૧૫૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ 

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ઝડપી ફેલાવો ચિંતાજનક બન્યો છે. માત્ર એક જ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૪,૩૧૦ કેસ નોંધાયા છે અને ૧૧૫૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે ૧૦૦૦ થી વધુ કેસનો ધરખમ વધારો થયો છે. સોલા સિવિલના અહેવાલ મુજબ ડેન્ગ્યુના 11, મલેરિયાના 14, ચિકનગુનિયા-11, ડાયેરિયા-18 અને વાયરલ હિપેટાઇટિસના 3 કેસ નોંધાયા છે. આ સાથે નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ અપાઈ છે.