Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Embroidery merchant cheated of lakhs

VIDEO: Ahmedabad / એમ્બ્રોઈડરી વેપારી સાથે લાખોની ઠગાઈ; કામ કરાવી પેમેન્ટ ન ચૂકવતા આરોપી સામે નોંધાઈ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં વેપારના બહાને ઠગાઈના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના એક એમ્બ્રોઇડરીના વેપારી સાથે ₹61 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ તૈયાર ડ્રેસ મટીરિયલ મેળવી તેને બારોબાર વેચી દીધું હતું અને પેમેન્ટ ન ચૂકવતા આખરે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં ફરિયાદ નોંધાઈ છે.

App Store

અમદાવાદ શહેરના એક એમ્બ્રોઇડરી વેપારીનો સંપર્ક અજીતેશ કંધારી નામના શખ્સે કર્યો હતો. આરોપીએ વેપારીને વિશ્વાસમાં લઈ મોટા પ્રમાણમાં ડ્રેસ મટીરિયલ પર એમ્બ્રોડરીનું કામ સોંપ્યું હતું. અજીતેશે કુલ ₹61 લાખથી વધુની કિંમતનું કામ કરાવ્યું હતું.  તૈયાર થયેલું ડ્રેસ મટીરિયલ મેળવ્યા બાદ, આરોપીએ તેને બારોબાર વેચી દીધુ હતું. 40 લાખની રકમ પરત ન ચૂકવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારીએ આરોપી અજીતેશ કંધારી સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.