VIDEO: Ahmedabadમાં પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની કવાયત તેજ, હાર્દિક પટેલ સહિતનાને મળશે રાહત
સોર્સ : GSTV
અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની કવાયત તેજ બની છે. ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો વિરુદ્ધ વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો પરત ખેંચવા અમદાવાદ કલેક્ટરે સરકારી વકીલને પત્ર લખી સૂચના આપી છે. વગર પરવાનગીએ પ્રતીક ઉપવાસ અને પોલીસ સાથેના ઘર્ષણ મામલે આ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ આ જ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ પણ નીકળ્યું હતું, પરંતુ હવે સરકારના નિર્ણયથી તેમને મોટી રાહત મળશે.

