VIDEO : Ahmedabad જુહાપુરામાં નશામાં ધૂત ટ્રક ચાલકે બાઈકને લીધું અડફેટે, 70 ફૂટ સુધી પરિવારને ઘસડ્યાની ઘટના CCTVમાં કેદ
સોર્સ : gstv
અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો...ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ બાઈક ટ્રકમાં ફસાઈ જતાં બાઈક અને ચાલક અંદાજે 60થી 70 ફૂટ સુધી ઘસડાયા હતા. સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. લોકોની બૂમાબૂમ બાદ ટ્રક ચાલકને રોકવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. વેજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

