Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Diora artist Devayat Khawad's bail cancelled,ordered to surrender

Ahmedabad news: ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, 30 દિવસમાં સરેન્ડર કરવા આદેશ

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, 30 દિવસમાં સરેન્ડર કરવા આદેશ
સોર્સ : GSTV

સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે.

App Store

ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવા આદેશ

લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, ફરિયાદ ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો દેવાયત ખવડને સરેન્ડર કરવા આદેશ આપ્યો છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આ હુકમ કરાયો છે.