VIDEO : Ahmedabad ના જગન્નાથ મંદિરે ભક્તિનો અનોખો માહોલ, અધિકમાસમાં સંપુટ દાનનો મહિમા
સોર્સ : gstv
પવિત્ર અધિકમાસ દરમિયાન અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભક્તો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘સંપુટ દાન’ કરવામાં આવી રહ્યું છે, જેને તમામ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વિધિમાં કાંસાની થાળીમાં માલપુવા અર્પણ કરીને ભગવાનની આરાધના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ અધિકમાસમાં માલપુવાનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. મંદિર પરિસર ભગવાનના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે અને ભક્તો ભક્તિભાવથી આ પવિત્ર માસનો લાભ લઈ રહ્યા છે.

