Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Delivery boy who molested minor in Ramol arrested, used to chase while going to school

રામોલમાં સગીરાની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો, શાળાએ જતી વખતે કરતો હતો પીછો

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રામોલમાં સગીરાની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો, શાળાએ જતી વખતે કરતો હતો પીછો
સોર્સ : gstv

અમદાવાદના રામોલ વિસ્તારમાં ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાની છેડતી કરવાના આક્ષેપમાં પોલીસે Blinkitના ડિલિવરી બોયની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક દિવસથી સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હોવાનો આક્ષેપ છે.

App Store

મોબાઈલ નંબર આપવા માટે દબાણ કરતો

મળતી માહિતી મુજબ, આરોપી સમીર શેખ છેલ્લા પાંચ દિવસથી સગીરા શાળાએ જતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો અને તેને પોતાનો મોબાઈલ નંબર આપવા માટે દબાણ કરતો હતો. સતત થતી હેરાનગતિથી કંટાળીને સગીરાએ સમગ્ર વાત તેની માતાને જણાવી હતી. દીકરી પાસેથી સમગ્ર હકીકત જાણ્યા બાદ માતાએ હિંમત દાખવી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સમીર શેખ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આરોપી પરિણીત હોવાનું સામે આવ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 21 વર્ષીય આરોપી સમીર શેખ Blinkitના ગોડાઉનમાં છેલ્લા છ મહિનાથી કામ કરતો હતો. આરોપી પરિણીત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે ઘટનાની વિગતો એકત્રિત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.