VIDEO : Ahmedabad જમીન વિવાદમાં ફાયરિંગ મામલો, નિવૃત DySPની જામીન અરજી કોર્ટે ફગાવી
સોર્સ : gstv
અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં નિવૃત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા ફાયરિંગની ઘટનામાં સીટી સેશન્સ કોર્ટે નિવૃત ડીવાયએસપી અને તેમના સંતાનોના જામીન ફગાવી દીધા છે. ધરપકડ બાદ આરોપી અને સંતાનોએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં આવેલા નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળ થોડા દિવસ અગાઉ ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી આ ફાયરિંગ નિવૃત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આખો મામલો કરોડો રૂપિયાની કિંમતી જમીનના વિવાદને લઈને સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

