સર્વ હિતેશી તરીકે જાણીતા AMCના નેતાની કામગીરી અંગે વિવાદ, તેમની કાર્યપદ્ધતિ ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બની

અમદાવાદ મહાનગર પાલિકાના એક મોટા કદના નેતા જેને ભગવાનમાં ખૂબ આસ્થા છે.. અને પોતે એકદમ ભોળા હોવાનું સતત પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ તેમના હોય છે.. એવામાં હવે આ નેતા વિવાદમાં આવ્યા છે.. અને એ વિવાદ પાછળનું કારણ છે તેની કાર્યપદ્ધતિ
મનપામાં હમણાં હમણાં વિવાદ વકરી રહ્યા છે.. તેની પાછળ તે નેતાનું હું પણું જવાબદાર છે. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ હું કરૂ એ લીલા અને તમે કરો એ પાપલીલા આવા સ્વભાવ સાથે આ નેતા ફરી રહ્યા છે..
હમણાં થોડા દિવસ પહેલા જ આ સરવે હિતેશી નેતાએ પશ્ચિમ વિસ્તાર માંથી આવતા એક ચેરમેનને વગર કારણે ધમકાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. થોડા દિવસ પહેલા એ ચેરમેન કે જેણે પોતાના વિભાગમાં આવતી કામગીરી કરી હતી જેમાં કેટલાક કોન્ટ્રાકટર નો વાંક હતો અને તેને ઠપકો આપી તેની સામે કાર્યવાહી કરવા આદેશ પણ આપ્યા અને આ વાત બહાર આવતા જ એ સરળ સ્વભાવના નેતાને જાણે કે લાગી આયુ હોય એમ તેમણે ચેરમેનનો ઉધડો લઇ લીધો હતો.. જેનાથી એ પશ્ચિમ વિસ્તાર માંથી આવતા ચેરમેન પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા કે આખરે ક્યાં કારણોસર આ વર્તન તેની સાથે થયું ?
તો બીજી તરફ એક ચર્ચા એવી પણ છે કે આ નેતા અન્યોની ભલામણમાં પાવરધા છે.. જો તેની ભલામણ હોય અને કામ આપવામાં આવે તો વાંધો નથી પરંતુ અન્ય કોઈની ભલામણ આવે અને અન્ય કોઈ કામ સોંપે તો ભારે તકલીફ ઊભી થઈ જાય છે.. થોડા સમય પહેલા સદ ભાવના સાથે એક કામગીરી આપવા માટે ભલામણ કરી અને કામ અપાઈ પણ ગયું પરંતુ એના થોડા સમય બાદ એવી જ સદ ભાવના સાથે એક કામ આપવા માટે કેટલાક કોર્પોરેટર ભલામણ કરી તો આખી વાતનો વિવાદ ઊભો થઈ ગયો અને મનપામાં ચાલતી ચર્ચા મુજબ આ વિવાદ એટલે ઊભો થયો કે આ શાંત અને સુશીલ નેતાને પસંદ નહોતું કે તેની ઈચ્છા વગર કામ આપવામાં આવે
આમ આખા કોર્પોરેશન અને ભાજપમાં આ નેતાની જ ચર્ચા થઈ રહી છે કે આખરે આ નેતામાં આટલો બદલાવ કેમ આવ્યો ? આવો બદલાવ આવ્યા બાદ આ નેતાની ઈચ્છા અને મનસા શું હોય શકે કે પછી સર્વ હિતેશી નેતા હવે માત્ર પોતાની ઈચ્છા નાં હિતેશી બની ગયા છે .

