VIDEO: Ahmedabadના જગન્નાથ મંદિરની જમીનના વેચાણ મુદ્દે વકર્યો વિવાદ, સામાજિક કાર્યકરે કર્યા આ આક્ષેપ
સોર્સ : GSTV
અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીનના વેચાણ અંગે વિવાદ વકર્યો છે. સામાજિક કાર્યકર અતુલ દવેનો આક્ષેપ છે કે બહેરામપુરાની ૧.૫ લાખ ચોરસ વાર જમીન પૈકી ૨૮ હજાર વાર જમીન નીતિ-નિયમો વિરુદ્ધ રૂપિયા ૭.૭૫ કરોડમાં યાસીન ઘાંચી નામના વ્યક્તિને પેટા ભાડે આપી દેવામાં આવી છે.
આ જમીન પરત મેળવવા અને સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસ કરાવી મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ સાથે વડાપ્રધાનને ૧૦ લાખ પત્રો લખવાનું અભિયાન શરૂ કરાયું છે. સમર્થન માટે મિસ-કોલ ઝુંબેશ પણ ચલાવાઈ રહી છે. બીજી તરફ મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે કે આ મામલો હાલ કોર્ટમાં હોવાથી કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી થશે.

