VIDEO: અમદાવાદમાં કોંગ્રેસ હવે એક્શન મોડમાં, 6 વોર્ડના પ્રમુખોને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ
સોર્સ : GSTV
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસ પક્ષ હવે એક્શન મોડમાં આવી ગયો છે અને પક્ષ વિરોધી કે નબળી કામગીરી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ચૂંટણી દરમિયાન અપેક્ષા મુજબનું પરિણામ ન મળતા અને અત્યંત નિરાશાજનક પ્રદર્શનને ધ્યાને રાખીને શહેરના નવરંગપુરા, જોધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ એમ કુલ છ વોર્ડના પ્રમુખોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા લેવામાં આવેલા આ કડક શિસ્તભંગના પગલાંથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જે સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે પક્ષ કોઈ પણ કચાસ રાખવા માંગતો નથી.

