VIDEO: કોંગી ધારાસભ્ય ખેડાવાલાના ભાજપ પર પ્રહાર, કહ્યું- 'તેમના ઉમેદવારોને નાગરિકો સોસાયટીમાં પ્રવેશવા દેતા નથી'
સોર્સ : GSTV
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે જમાલપુરમાં કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે અને અન્ય કોઈ પક્ષ સ્પર્ધામાં નથી. ખેડાવાલાએ દાવો કર્યો કે ભાજપના ઉમેદવારોને નાગરિકો સોસાયટીમાં પ્રવેશવા દેતા નથી અને જનતાનો આશીર્વાદ કોંગ્રેસને મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં ઉમેદવારો પ્રજાની પ્રાથમિક સુવિધાઓ માટે કામ કરશે.

