VIDEO: OBC, EBC અને DNT વર્ગના લાખો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તાત્કાલિક ચૂકવવાની કોંગ્રેસની માંગ
રાજ્યમાં OBC, EBC અને DNT વર્ગના લાખો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે વિદ્યાર્થીઓને મળતી પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્કોલરશિપ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓ લાભ માટે પાત્ર હોવા છતાં છેલ્લા છ મહિનાથી વધુ સમયથી રકમ તેમના ખાતામાં જમા થઈ નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે સ્કોલરશિપ ન મળવાના કારણે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ મળ્યું નથી.

