Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Civil servants gave out liquor permits indiscriminately, scam of 50 lakhs exposed

Ahmedabad news: સિવિલના કર્મચારીઓએ આડેધડ દારૂની પરમિટો આપી દીધી, 50 લાખનું કૌભાંડ ખુલ્યું

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સિવિલના કર્મચારીઓએ આડેધડ દારૂની પરમિટો આપી દીધી, 50 લાખનું કૌભાંડ ખુલ્યું
સોર્સ : GSTV

એક તરફ સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, તો બીજીતરફ માલેતુજારોને હેલ્થના બહાને દારૂની પરમિટ આપવામાં આવી રહી છે. તેમાંય સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ ધારા ધોરણ વગર આડેધડ દારૂની પરમિટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સિવિલના કર્મચારીઓ દ્વારા લિકર પરમિટની ખોટી 257 રસીદો આપી હતી અને 50 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું ત્રણ આરોપીની ધરપકડ બાદ બહાર આવ્યું છે.

App Store

લિકર પરમિટમાં કટકી

પોલીસ અને સિવિલની તંત્રની તપાસમાં બહાર આવતા પૈસા ફેંકો તમાશા દેખો જેવા ઘાટ ઘડાયો છે. જો આ કેસની તટસ્થ તપાસ થાય તો સિવિલ હોસ્પિટલના આ કૌભાંડમાં અધિકારીઓ અને ડોક્ટરો રેલો આવે તેમ છે. જોકે, તપાસ ઉપર ઠંડું પાણી રેડવાના પ્રયાસોની ચર્ચા ચાલી રહી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ લિકર પરમિટમાં 9 અરજદારના લિકર પરમીટના 1.80 લાખ રૂપિયા બારોબાર કરી દીધા હતા. નવી પરમીટ માટે 25000 રૂપિયા અને રિન્યુઅલ માટે 20000 રૂપિયાની ફી લેવા છે, જે નિયમ મુજબ રોગી કલ્યાણ સમિતિના બેન્ક એકાઉન્ટમાં માત્ર ઓનલાઈન જ રૂપિયા જમા કરાવવાના હોય છે. આરોપીઓએ સરકારમાં રૂપિયા જમા કરાવ્યા વગર અરજદારને માત્ર રિસિપ્ટ આપી હતી.

આ કેસમાં લિકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત 3 કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલ તંત્રે પોલીસને એક રિપોર્ટ તૈયાર કરીને આપ્યો છે. તેમાં 257 રસીદો ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી કુલ રૂા. 50 લાખથી વધુનું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.