Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Children's Day celebration at Sanskar Montessori School by 100th Corps Rapid Task Force

અમદાવાદ : 100મી કોર્પ્સ રેપિડ ટાસ્ક ફોર્સ દ્વારા સંસ્કાર મોન્ટેસરી સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ : 100મી કોર્પ્સ રેપિડ ટાસ્ક ફોર્સ દ્વારા સંસ્કાર મોન્ટેસરી સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી

Children's Day 2024 : આજે 14/11/2024 ના રોજ 100મી કોર્પ્સ રેપિડ ટાસ્ક ફોર્સ વસ્ત્રાલના કેમ્પ પરિસરમાં સંચાલિત ‘સંસ્કાર’ મોન્ટેસરી સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાળકોના પ્રોત્સાહન અને મનોરંજન માટે વિવિધ રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

કોર્પ્સ  સંચાલિત પરિવાર કલ્યાણ કેન્દ્રના ચેરપર્સન પૂનમ દાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વ્યક્તિના પારિવારિક જીવનમાં બાળકોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને એ પણ જણાવ્યું હતું કે બાળકો રમતગમત દ્વારા શિસ્તબદ્ધ રહે છે અને રમતગમતથી તેમની હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. અન્ય બાળકો સાથે રમતા રમતા તેઓ સાથે મળીને કામ કરવાનું શીખે છે અને સહકાર આપે છે. આ રમતો દ્વારા બાળકોમાં સતત પરસ્પર સહયોગની ભાવના વિકસે છે.રમતગમતની પ્રવૃત્તિઓથી બાળકોમાં ધીરજ, સહનશીલતા, પ્રામાણિકતા અને વફાદારી જેવા ગુણોનો વિકાસ થાય છે.

અંતમાં તેમણે  એમ પણ જણાવ્યું કે હાર કે જીત બંને સ્થિતિમાં ભાગ લેનારાઓને જીવનમાં આવતા પડકારો માટે નવા ગુણો અને અનુભવો કેળવવાની તક મળે છે અને સારી ખેલદિલીના કારણે તેઓ તેમના વ્યક્તિત્વમાં ઉર્જાનો સંચાર કરે છે. 

પ્રસ્તુત સમારોહમાં શાળાના બાળકોની સાથે તેમની માતાઓએ પણ ભાગ લીધો હતો અને કોર્પ્સના અધિકારીઓ, તેમના પરિવારજનો, સૈનિકો અને શાળાના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. સંસ્કાર મોન્ટેસરી શાળા પાસે નર્સરી, એલ.કે.જી. અને યુ.કે.જી. સુધીના વર્ગો છે અને આ બાળકો વચ્ચે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ પૂનમ દાસે  પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ભેટ આપી હતી અને મોન્ટેસરી શાળામાં કાર્યરત શિક્ષકોનું મનોબળ પણ વધાર્યું હતું.  શિક્ષિકા અંજના પુનીત ચાવડા યુ.કે.જી. વર્ગને વર્ષ 2024 માટે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.