VIDEO: અમેરિકા-કેનેડાના પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા
સોર્સ : gstv
અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા છે. 17થી 26 ઓગસ્ટ દરમિયાન મુખ્યમંત્રીએ બંને દેશોની મુલાકાત લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સહિત અમદાવાદ પોલીસ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ રોકાણ, ઉદ્યોગ અને વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને વિદેશમાં રોડ શો અને રોકાણકારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. કેનેડામાં પણ મુખ્યમંત્રીએ રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. યુનિવર્સિટી ઑફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, HGS બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર્સ સહિતની સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી ગુજરાતમાં વધુ મૂડીરોકાણ માટે ચર્ચા કરી હતી.

