VIDEO: છારા ગેંગનો કુખ્યાત આરોપી વિશાલ ઉર્ફે ભાઉ ઝડપાયો
સોર્સ : gstv
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છારા ગેંગના ફરાર આરોપી વિશાલ ઉર્ફે ભાઉની નરોડાથી ધરપકડ કરી છે. આરોપી ચોરી અને લૂંટના 7 ગુનાઓમાં વોન્ટેડ હતો અને કૃષ્ણનગરની રૂ.50 લાખની લૂંટના કેસમાં પણ તેની શોધખોળ ચાલી રહી હતી. આરોપી પાસેથી રૂ.5 લાખ રોકડા, મોટરસાયકલ, હેલ્મેટ અને ગ્લાસ બ્રેકર હેમર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આંગડિયા પેઢીઓની રેકી કરી અકસ્માતનો ડ્રામા ઊભો કરીને લૂંટ આચરતી ગેંગમાં આરોપીની ભૂમિકા સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કૃષ્ણનગર પોલીસને સોંપી અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

