ચંડોળા તળાવ ડેવલપમેન્ટ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવ પર મેગા ડિમોલીસીન કર્યા બાદ હાલ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.. ચંડોળા તળાવને કાંકરિયા ની જેમ ડેવલપ કરવામાં આવશે.. કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે..ચંડોળા તળાવના ડેવલપમેન્ટમાં તળાવની ફરતે ડ્રેનેજ લાઇન, વોક-વે, અપર અને લોઅર પ્રોમેનેડ, એમ્ફિથિયેટર, જંગલ જીમ, ખંભાતી કૂવો, બ્રિજ રૂમ, ગ્રીન રૂમ, ઇવેન્ટ માટે રોડ અને સુએજ પમ્પિંગ સ્ટેશન સહિતની કામગીરીનો સમાવેશ થાય છે..હાલમાં તળાવની ક્લીનિંગ, ડેવલપમેન્ટ એરિયામાં ફ્લોટિંગ તેમજ તળાવની ફરતે વોક-વે અને ખંભાતી કૂવાના કામો ચાલી રહ્યા છે..નેશનલ લેક કન્ઝર્વેશન પ્લાનની ગાઇડલાઇન મુજબ ચંડોળા તળાવના સંરક્ષણ અને વિકાસ માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત આશરે 3.36 કરોડ રૂપિયા છે,
.

