Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Cases can be filed from anywhere in the Taluka Family Court

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય, તાલુકા ફેમિલી કોર્ટમાં ગમે ત્યાંથી થશે કેસ ફાઈલ

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ:  ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય, તાલુકા ફેમિલી કોર્ટમાં ગમે ત્યાંથી થશે કેસ ફાઈલ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા ફેમિલી કોર્ટો માટે ડિજિટલ હાઈબ્રીડ સુનાવણી પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. હવે તાલુકા કક્ષાની ફેમિલી કોર્ટ પણ ઓનલાઈન પ્લેટફોર્મ (રિમોટ એડજ્યુડીકેટીંગ કોર્ટ) શરૂ કરવામાં આવી છે. કોઈપણ પક્ષકારો કે વકીલને જિલ્લા વડામથક કે તાલુકા કલસ્ટર વડામથક સુધી કેસ ફાઈલ કરવા માટે લાંબા નહીં થવુ પડે અને તેઓ જ્યાં હશે ત્યાંથી જ સીધા ઓનલાઇન પ્લટફોર્મે થકી પોતાના કેસ ફાઈલ કરી શકશે. આ સાથે જ તાલુકા તાલુકા ફેમિલી કોર્ટોમાં ડિજિટલ હાઈબ્રીડ સુનાવણીનું પ્લેટફોર્મ પૂરું પાડનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં સૌપ્રથમ હાઈકોર્ટ બની છે.

App Store

ફેમીલી કોર્ટોના હાઈબ્રીડ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન 

તાજેતરમાં સ્થપાયેલ તાલુકા ફેમિલી કોર્ટોના અધિકારક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું છે અને તમામ તાલુકાઓને તેમના સંબધિત જિલ્લા હેઠળ આવરી લેવાયા છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા ફેમીલી કોર્ટોના આ હાઈબ્રીડ પ્લેટફોર્મનું (રિમોટ એડજ્યુડીકેટીંગ કોર્ટ) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

'તાલુકા કોર્ટોમાં વીડિયો કોન્ફરન્સિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ'

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'આ હાઈબ્રીડ સીસ્ટમના ભાગરૂપે સંબંધિત પ્રિસાઇડીંગ ઓફિસર કે ન્યાયાધીશ કોઈપણ તાલુકા કોર્ટમાંથી ઓનલાઈન સુનાવણી હાથ ધરી શકશે. આ માટે તમામ તાલુકા ફેમીલી કોર્ટોને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેના કારણે સીમલેસ વર્ચ્યુઅલ સનાવણી વકીલો-પક્ષકારો માટે હવે શરૂ થઈ ગઈ છે. રિમોટ એડજ્યુડીકેટીંગ કોર્ટોના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ હાઇબ્રીડ સુનાવણી સામાજિક પરિપ્રેક્ષ્યના હેતુને તાલુકા ફેમીલી કોર્ટોમાં આ પહેલસાર્થક કરશે.

હવેથી કોઈપણ પક્ષકારો કે વકીલને જિલ્લા વડામથક કે તાલુકા કલસ્ટર વડામથક સુધી કેસ ફાઈલ કરવા લાંબા નહીં થવું પડે અને તેઓ જ્યાં હશે. ત્યાંથી જ સીધા ઓનલાઈન પ્લેટફોર્મ થકી પોતાના નવા કેસ ફાઈલ કરી શકશે અને હાઈબ્રીડ સ્વરૂપમાં ઓનલાઈન સુનાવણી કરી શકશે. આ નવતર સુવિધાના કારણે વકીલો તેમ જ પક્ષકારોનો સમય, શક્તિ અને નાણાંનો બિનજરૂરી દુર્વ્યય નહીં થાય અને તેઓને સુગમ ન્યાય સુવિધા પ્રાપ્ય બનશે.

સ્કેનિંગ અને ડિજિટાઈઝેશન માટે ઈન હાઉસ સોફ્ટવેર વિકસાવાયુ

તાલુકા ફેમીલી કોર્ટોમાં ડિજિટાઈઝડ કેસ વાઈઝ અપલોડીંગ માટે ખાસ પ્રકારે ઈન હાઉસ સોફ્ટવેર સોલ્યુશન વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ઇન હાઉસ સ્કેનીંગ અને ડિજિટાઈઝેશનના માળખા પર આધારિત છે. ડિજિટાઈઝેશન કેસ ફાઈલ પીડીએફ ઈ-કેસ ફાઈલ બુક માર્કસ તરીકે દસ્તાવેજોના પ્રકાર અને ઇન્ડેક્સ સાથે ઉપલબ્ધ બનશે. તો અરજીથી લઈ રોજિંદા હુકમો, પ્રોસેસ, રિપ્લાય, રિટન સબમીશન, પુરાવાની જુબાની વગેરે પણ ડિજિટાઇઝેશન સ્વરૂપમાં અને અપલોડ કરી ઉપલબ્ધ બનાવાશે. એટલું જ નહી, ડે ટુ ડે અપડેશન પણ કરવામાં આવશે.