Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Building collapses in Usmanpura

અમદાવાદ: ઉસ્માનપુરામાં મકાન ધરાશાયી, એક શખ્સને કાટમાળમાંથી કાઢી સારવાર અર્થે ખસેડ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: ઉસ્માનપુરામાં મકાન ધરાશાયી, એક શખ્સને કાટમાળમાંથી કાઢી સારવાર અર્થે ખસેડ્યો

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ નજીક શાંતિનિકેતન નામની બિલ્ડિંગનું જુનું મકાન ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જેમાં કાટમાળમાં ફસાયેલ વ્યક્તિને બાહર કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

App Store

ઉસ્માનપુરામાં શાંતિનિકેતન નામની બિલ્ડિંગનું જુનું મકાન ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઈ 

મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી સંસ્કૃત ફ્લેટની ગેલેરી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્રીજા માળની તથા બીજા માળ વચ્ચે આવેલી બાલ્કની અચાનક ધરાશાયી થઈ હતી.

એક મહિલા અને બે બાળકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા

 જેમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. રાત્રે અચાનક ફ્લેટની ગેલેરી ધરાશાયી થઈ ગઈ હતી. ધડાકાભેર ગેલેરી ધરાશાયી થતાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 25-12-2024નું ગુજરાત સમાચાર

ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા

ઉલ્લેખનીય છે કે  દુર્ઘટનાની જાણ થતાં જ તંત્ર અને ફાયરના જવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.