Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP to organize 13 programmes, one lakh lamps in 48 wards of Ahmedabad

VIDEO: અમદાવાદના 48 વોર્ડમાં ભાજપ યોજશે 13 કાર્યક્રમો, એક લાખ દીવડાઓનો કાર્યક્રમ

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોની શ્રેણી યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેર ભાજપ મહામંત્રી ઉમંગ નાયકે જણાવ્યું કે મોદીના ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવા વિશેષ અભિયાન હાથ ધરાશે. આગામી દિવસોમાં અમદાવાદના 48 વોર્ડમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. જેમાં ‘નમો ગાથા’, ‘સેવા સંકલ્પ’ અને ‘મશાલ અભિયાન’ સહિત 13 જેટલા કાર્યક્રમોનું આયોજન કરાશે. ઉપરાંત એક લાખ દીવડાઓ પ્રગટાવી વિશાળ કાર્યક્રમ પણ યોજાશે. વિવિધ કાર્યક્રમો થકી વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

App Store