Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bail granted to brutal father who raped stepdaughter in Ahmedabad

VIDEO: અમદાવાદમાં સાવકી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર ક્રૂર પિતાના જામીન ના મંજૂર

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં સાવકી દીકરી પર દુષ્કર્મના ગંભીર કેસમાં કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. દાણીલીમડા વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય શકીલઅહેમદ પર તેની ૧૬ વર્ષની સાવકી દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કરવાનો ગંભીર આરોપ છે. આરોપીએ સગીરાને અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીએ આ કૃત્યનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી પીડિતાની માતાના મોબાઈલ પર મોકલી બ્લેકમેલ કર્યું હોવાનો પણ આરોપ છે. બનાવ નવેમ્બર ૨૦૨૫નો હોવાનું અને ફરિયાદ મે ૨૦૨૬માં નોંધાઈ હોવાનું આરોપી પક્ષે કોર્ટમાં રજૂ કર્યું હતું. જોકે સરકારી વકીલ અને ફરિયાદી પક્ષે જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો.  સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અવલોકન કર્યું કે આરોપી સામે પ્રથમદર્શનીય ગંભીર ગુનો જણાય છે અને આવા આરોપીને જામીન આપવાથી સમાજ પર વિપરીત અસર પડી શકે છે. તેથી કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

App Store