VIDEO: પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની જામીન અરજી કોર્ટે ફગાવી
સોર્સ : gstv
અમદાવાદમાં પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટની સ્પેશિયલ ACB કોર્ટે કેતકી વ્યાસની જામીન અરજી ફગાવી દીધી છે. કેતકી વ્યાસ સામે 22 જૂન 2026ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ACBમાં FIR નોંધાઈ હતી. ACBના આરોપ મુજબ, વર્ષ 2012થી 2023 દરમિયાનના ચેક પિરિયડમાં કેતકી વ્યાસ પાસે કુલ 3.56 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું. આ મિલકત તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કોર્ટે નોંધ્યું કે તપાસ હજુ ચાલુ હોવાથી મિલકતો અને બેંક ખાતાઓ અંગે વધુ પૂછપરછ જરૂરી છે. તેથી કોર્ટે જામીન અરજી ફગાવી છે.

