VIDEO : રિવરફ્રન્ટ કોર્પોરેશનનો મોટો નિર્ણય: અટલ બ્રિજ પર હવે રાત્રે 11 વાગ્યા સુધી મળશે ટિકિટ મળશે, 12 વાગ્યા સુધી ફરી શકાશે
સોર્સ : GSTV
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓ અને નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળુ વેકેશન અને મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કનો સમય લંબાવવામાં આવ્યો છે. હવે આ સ્થળો માટે ટિકિટિંગ રાત્રે 11:00 વાગ્યા સુધી અને મુલાકાતનો સમય મધરાત્રીના 12:00 વાગ્યા સુધી રહેશે. આ નવો સમયગાળો સોમવાર, તારીખ 25-05-2026 થી અમલમાં આવશે. પરિવાર સાથે ઉનાળાની સાંજને આનંદમય બનાવવા ઈચ્છતા નાગરિકો માટે આ સુવિધા મોટી રાહત સમાન છે.

