VIDEO: સરદારનગરમાં હથિયારધારી ટોળકીએ ઘર પર કર્યો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સોર્સ : GSTV
અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે હથિયારધારી ટોળકીએ સોસાયટીમાં ઘૂસી એક ઘરમાં હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હરેશ ઉર્ફે હારૂ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા એક વર્ષથી આ ટોળકી બેખોફ બની લોકોને પરેશાન કરી રહી છે અને અગાઉ પણ અનેક ફરિયાદો થઈ હોવાની ચર્ચા છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

