VIDEO: AMC દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનું કરાયું આયોજન, 1 હજાર કરોડથી વધુનો કરાશે ખર્ચ
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસામાં વોટર લોગિંગની સમસ્યા નિવારવા માટે શહેરભરમાં એક હજાર 88 કરોડના ખર્ચે કુલ 49 પ્રિમોન્સૂન કામોનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોર્મ વોટર લાઈનોને મજબૂત બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
હાલની સ્થિતિએ 17 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે 31 કામો પ્રગતિ હેઠળ છે અને 1 કામ આયોજનના તબક્કે છે, જેમાં સૌથી વધુ 876 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 19 મહત્વપૂર્ણ કામો હાથ ધરાયા છે. પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ સહિતના તમામ ઝોનમાં એસ.ટી.પી. અને પંપિંગ સ્ટેશનની કાર્યક્ષમતા વધારવા માટે કરોડોના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરી નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવાનો છે.

