VIDEO: AMC દ્વારા ખાડીયાની પોળોમાં ખુલ્લા પાણીના કનેક્શનો પર ચકલીઓ લગાવવાનું અભિયાન શરૂ
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અટકાવવા અને વિતરણ વ્યવસ્થા સુધારવા માટે ખાડીયા વોર્ડ વિસ્તારમાં એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાડીયાની વિવિધ પોળોમાં નાગરિકો દ્વારા પાણીના કનેક્શનો ખુલ્લા રાખવામાં આવતા હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો અનાવશ્યક વ્યય થતો હોવાનું મનપાના ધ્યાને આવ્યું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે AMCની ટીમ દ્વારા માણેકચોકના ચાલ્લાઓળ પોળ, સારંગપુર ચકલા સ્થિત ગોલાની ખડકી, મણિયાશાની ખડકી અને સાંકડી શેરી સહિતના વિસ્તારોમાં ખુલ્લા કનેક્શનો પર સ્થળ પર જઈને સ્ટોપ કોક લગાવવાની કામગીરી કરી..

