Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad serial blast case tomorrow high court will give verdict

Ahmedabad સીરીયલ બ્લાસ્ટ મામલે આવતીકાલે હાઈકોર્ટ આપશે ચુકાદો, 38 દોષિતોને થઈ છે ફાંસીની સજા

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad સીરીયલ બ્લાસ્ટ મામલે આવતીકાલે હાઈકોર્ટ આપશે ચુકાદો, 38 દોષિતોને થઈ છે ફાંસીની સજા
સોર્સ : Google

વર્ષ 2008માં અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 38 દોષિતોને મૃત્યુદંડની સજાને પડકારતી અપીલ અરજી પર ગુજરાત હાઈકોર્ટ 7 જુલાઈએ ચુકાદો આપશે. વિશેષ અદાલતે 18 ફેબ્રુઆરી 2022ના રોજ 38 આરોપીઓને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્ય સરકારની સજા મંજૂર કરવાની અરજી અને દોષિતોની અપીલોને સંયુક્ત રીતે સાંભળીને હાઈકોર્ટ આ નિર્ણય આપવાનું છે.

 ફાંસીની સજા માટે હાઈકોર્ટની મંજૂરી અનિવાર્ય 

દોષિતોની ફાંસીની સજા મામલે આવતીકાલે 7 જુલાઈના રોજ ચુકાદો હાઈકોર્ટ ચુકાદો સંભળાવશે. સીરીયલ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે હાઇકોર્ટમાં દરરોજ સુનાવણી ચાલી રહી હતી  અમદાવાદની વિશેષ અદાલતે 18 ફેબ્રુઆરી 2022ના 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. કાયદાકીય નિયમ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઈકોર્ટ મંજૂર ન કરે ત્યાં સુધી તેનો અમલ થઈ શકતો નથી. હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બેન્ચની રચના કરી હતી. કોર્ટે સરકારની 38 દોષિતોની ફાંસીની સજા મંજૂર કરવાની અરજી અને દોષિતોની સજા સામે કરાયેલી અપીલોને સંયુક્ત રીતે સાંભળી આવતીકાલે ચુકાદો આપશે. 

App Store