VIDEO | Ahmedabad: RTE એડમિશનમાં શાળાઓની મનમાની નહીં ચાલે, કરાયો આ મોટો ફેરફાર
સોર્સ : gstv
હવે RTE એડમિશનમાં શાળાઓની મનમાની પર રોક લાગશે. અગાઉ શાળાઓ RTEના વિદ્યાર્થીઓને ફરજિયાત બપોરની પાળી આપતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અન્યાય રોકવા સરકારે ઓનલાઈન ફોર્મમાં જ 'પાળી સિલેક્ટ' કરવાનો નવો વિકલ્પ આપ્યો છે. હવે વાલીઓ અરજી વખતે જ સવાર કે બપોરની પાળી પસંદ કરી શકશે. DEO કચેરીએ શાળાઓની પાળીનું લિસ્ટ સરકારને મોકલી દીધું છે, જેથી ટેકનિકલ ફેરફારો સાથે પારદર્શક પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકાય.

