Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad RathYatra 2025: Preparations underway to build 3 chariots for Lord Jagannath's Rath Yatra to begin on Ashadhi

Ahmedabad RathYatra 2025: અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીના રથયાત્રાના 3 રથ બનાવવાની તડામાર તૈયારી

Timeછેલ્લું અપડેટ : 31 May 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad RathYatra 2025: અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીના રથયાત્રાના 3 રથ બનાવવાની તડામાર તૈયારી

Ahmedabad RathYatra 2025: અમદાવાદ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી છેલ્લા 147 વર્ષોથી નીકળતી ભવ્ય રથયાત્રા માટે અત્યારથી ત્રણ રથયાત્રા બનાવવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે. જેથી ભગવાનના ત્રણેય રથનું રંગરોગન થઈ રહ્યું છે. રથને વિવિધ રંગ કરવામાં આવી રહ્યા છે. 

App Store

મળતી વિગતો અનુસાર, અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની દબદબાભેર નીકળતી રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં છે. અષાઢી બીજના દિવસે ભગવાન ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ભગવાનના ત્રણ રથને તૈયાર કરાઈ રહ્યા છે. રથનું રંગરોગાન ચાલી રહ્યું છે. રથને વિવિધ રંગથી સજાવવામાં આવી રહ્યા છે. પ્રત્યેક રંગનું વિશેષ મહત્વ છે. કારીગરો ભગવાનના રથને સજાવામાં વ્યસ્ત છે.કલરકામ કરી ત્રણ રથને  આકર્ષક બનાવી રહ્યા છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ, બલરામના રથને તાલધ્વજ અને સુભદ્રાજીના રથને દેવદલન નામે ઓળખવામા આવે છે. ભગવાનના રથને લાલ-પીળા, લીલા-વાદળી, સફેદ અને કેસરી જેવા રંગથી રંગવામાં આવે છે. સુંદર રંગો અને રથના પૈડાં અને બીજા ભાગોને કારીગરો દ્વારા રિપેર કરવામાં આવશે.

અષાઢ મહિનાના બીજા દિવસે વહેલી સવારે આરતી બાદ મુખ્યમંત્રીના હાથે પહિંદવિધિ બાદ ભગવાન જગન્નાથજીના ત્રણ રથ અમદાવાદ શહેરના વિવિધ માર્ગો પર ફરે છે ત્યાર બાદ રાત્રે 8 વાગ્યે નીજ મંદિરે પરત ફરે છે. આ દરમિયાન હજારો ભાવિકો અને જનતા ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા પડાપડી કરે છે. જ્યાં મળે તે જગ્યાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જોવા દૂર-દૂરથી લોકો આવે છે. ભગવાનની રથયાત્રાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.