દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદ હાઈ એલર્ટ પર
સોર્સ : GSTV
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક થયેલા બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદને હાઇ એલર્ટ આપ્યું છે. ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે, રાજ્યના મોટા શહેરોમાં પોલીસ એલર્ટ મોડમાં છે. શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં આવતા અને અમદાવાદ શહેર બહાર જતાં દરેક વાહનમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજા રાજ્યોમાંથી આવતા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે.

