VIDEO: અમદાવાદ પોલીસની મેગા ડ્રાઈવ, 106 વાહનો ડીટેઈન
સોર્સ : gstv
અમદાવાદના સી.જી. રોડ અને મુનિસિપલ માર્કેટ વિસ્તારમાં નવરંગપુરા પોલીસ અને SHE ટીમે મોડી રાત્રે સ્પેશિયલ મેગા ડ્રાઇવ યોજી હતી. પી.આઇ. એન.એ. દેસાઇ અને વિભાબેન જગદીશભાઇની આગેવાની હેઠળ મહિલાઓ તથા સીનિયર સિટિઝન્સની સુરક્ષા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ભંગ, લાયસન્સ વગરના ડ્રાઇવિંગ, ફેન્સી નંબર પ્લેટ અને મોડિફાઇડ સિલેન્સર વાળા વાહનો સામે પોલીસે લાલ આંખ કરી હતી. માત્ર ૬ કલાકની આ ઝુંબેશ દરમિયાન ૫ ફોર-વ્હીલર અને મોપેડ સહિત 106 વાહનો ડીટેઈન કરી વાહનચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતુ.

