Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Utensils, sheets, clothes, medicines seized from house in connection with death of two girls in Chandkheda

Ahmedabad news: ચાંદખેડામાં બે બાળકીના મોત મામલો, પત્નીના લોહીના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેડનું પ્રમાણ મળ્યું

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ચાંદખેડામાં બે બાળકીના મોત મામલો, પત્નીના લોહીના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેડનું પ્રમાણ મળ્યું
સોર્સ : GSTV

શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે ઢોંસાના ખીરાને મોતનું કારણ માનવામાં આવતું હતું, તે થીયરી તબીબી અભિપ્રાય બાદ નબળી પડતી દેખાઈ રહી છે. પોલીસે હવે આ ઘટનામાં અન્ય કોઈ વસ્તુની આડઅસર થઈ હોવાની શંકા સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં રહેતા વિમલભાઈ પ્રજાપતિની બે પુત્રીઓ, મિષ્ટિ અને રાહાના તાજેતરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા હતા. પરિવારનો આક્ષેપ હતો કે, ઘનશ્યામ ડેરીમાંથી લાવેલા ખીરાના ઢોંસા ખાધા બાદ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.

તબીબી અભિપ્રાયે ચોંકાવ્યા

પોલીસ તપાસમાં ઢોંસાના ખીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ વાંધાજનક તત્વો મળી આવ્યા નથી. વધુમાં, તબીબોના પ્રાથમિક રિપોર્ટ મુજબ બાળકીઓના મોત માટે માત્ર ઢોંસાનું ખીરું જવાબદાર હોવાની શક્યતા નહિવત છે. કોઈ અન્ય બાહ્ય વસ્તુ કે દવાની સાઈડ ઈફેક્ટ થઈ હોવાનું અનુમાન છે.


ઘરકંકાસ અથવા બેરોજગારીને કારણે સામૂહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પિતા વિમલ પ્રજાપતિ દ્વારા હત્યાનું કાવતરું ઘડ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ NFSU માંથી એફએસએલના રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી હોવાનું સામે આવ્યું છે પતિ-પત્નીના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એટલે કે ઝેરી દવાના અંશો મળી આવ્યા છે.માતા-પિતા વારંવાર નિવેદનો બદલી રહ્યા હોવાથી પોલીસને શંકા દ્રઢ બની છે હોવાનું પોલીસને અનુમાન કરવામાં આવ્યું છે.

હત્યા કે આત્મહત્યા? પોલીસની નવી થિયરી

શરૂઆતમાં પરિવારનો આક્ષેપ હતો કે, ડેરીમાંથી લાવેલા ઢોંસાના ખીરાને કારણે આ દુર્ઘટના ઘટી છે. પરંતુ પોલીસ અને નિષ્ણાતોના મતે માત્ર ખીરું ખાવાથી બે બાળકીઓના મોત થાય અને માતા-પિતા ગંભીર હાલતમાં પહોંચી જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવા મળતા હવે પોલીસ નીચે મુજબની દિશાઓમાં તપાસ કરી રહી છે.

ટોપિક્સ:gstv newsahmedabad newscrime