Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad News Sola Civil Hospital reported 1572 cases of viral infection in a week

Ahmedabad / વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો, સોલા સિવિલમાં એક અઠવાડિયામાં નોંધાયા 1572 કેસ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News

Ahmedabad News : અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયા માં  વાયરલ ઇન્ફેક્શનના 1572 કેસ નોંધાયા હતાં. વધતી જતી ગરમી અને  મિશ્ર ઋતુના  કારણે  OPDમાં  પણ વધારો થયો  છે સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે OPDમાં 10030 જેટલા દર્દી  નોંધાયા હતા. 

App Store

બીજી  બાજુ   ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા કેસોમાં ઘટાડો થયો છે. મેલેરિયાના 205 સસ્પેક્ટેડ કેસ અને એક પોઝિટિવ આવ્યો હતો. ડેન્ગ્યુના 73 જેટલા સસ્પેક્ટેડમાંથી ત્રણ પોઝિટિવ આવ્યા હતા  ચિકનગુનિયાનાનો હાલ એક પણ દરદી નોંધાયો નથી.

ગરમી ના  કારણે  ઝાડા ઉલટીના કેસ પણ  વધી રહ્યા છે. સોલા સિવિલમાં  ઝાડા-ઉલ્ટીના   14 કેસ, તેમજ ટાઈફોડના 4 કેસ નોંધાયા હતા.વાયરલ હિપેટાઇટિસના બે કેસ ગયા અઠવાડિયામાં જોવા મળ્યા હતા. પીડીયાટ્રીક વિભાગમાં 11 જેટલા બાળકો હાલ સારવાર હેઠળ છે

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કાળો કેર  જોવા મળી  રહ્યો  છે. આખા  રાજ્ય   સ્વાઈન ફ્લૂના 130 કેસ સામે  આવ્યા છે અને  9 લોકો  મોત થયાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથીનો  એક પણ કેસ નથી.