Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Hitesh Barot becomes Mayor of Ahmedabad: Deputy Mayor Anju Shah and Kamlesh Patel become Chairman of the Standing Committee

VIDEO: હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર:ડે.મેયર અંજુ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા કમલેશ પટેલ

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયાના 29 દિવસની લાંબી પ્રતીક્ષા બાદ, આજે (26મી મે) અમદાવાદને તેના નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ નામોના કવર લઈ AMCની ઓફિસે પહોંચ્યા હતા. આજે સવારે 10 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા બંધ કવર ખોલવામાં આવ્યું હતું. સત્તાવાર રીતે મેયરપદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. મોટાભાગના કોર્પોરેટરો AMTS બસમાં આવ્યા, વેજલપુર વોર્ડના જુલી ચૌહાણ સાઇકલ લઇને આવ્યા હતા.

App Store

મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની યાદી

•મેયર:હિતેશભાઈ બારોટ

•ડેપ્યુટી મેયર:અંજુબેન શાહ

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશભાઈ પટેલ

•પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર

•દંડક: અતુલ મિશ્રા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે (26મી મે) યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉથી જ જે નામોની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી, તે મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશભાઈ પટેલના નામ પર આખરી મહોર મારવામાં આવી છે.

હીતેશ બારોટનું નામ સૌથી આગળ હતું

મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં રહ્યા હતા. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ છે. હીતેશ બારોટ અને બોડકદેવ વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધરમશી દેસાઈ કેન્દ્રીય ગૃહમંત્રીના નિકટતમ વિશ્વાસુમાં મનાય છે.